રાબ
- ૧. (સ્ત્રી.) ઉકાળીને બનાવેલો જાડો રાબ જેવો શેરડીનો ઘાટો રસ. તે સાફ કરીને ખાંડ બનાવવામાં આવે છે.
- ૨. (સ્ત્રી.) ગળપણ સાથે ઓસડિયાંનો ઉકાળો.
- ૩. (સ્ત્રી.) ઘેંસ; ઢીલું ભરડકું; કાંજી; રાબડી; ઘઉંના કે બાજરાના લોટનો ઘી સાથે સાકર કે ગોળ નાખીને બનાવેલ પ્રવાહી પદાર્થ. ગળામાં બળતું હોય કે સળેખમ થયું હોય ત્યારે બાજરાના લોટની ઊની ઊની રાબ પાવામાં આવે છે; લોટ શેકી ગળાશ નાખી કરેલું એક ગરમ પાતળું પીણું.
- વ્યુત્પત્તિ: [દેવનાગરી] રબ્બા
- ઉદાહરણ: ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
- આટલું કહીને આભાશાએ પોતાના ખાટલાની ચોમેર નજર ફેરવી. સામે દૂરના બારણા પાસે નંદન પહેરેગીરની જેમ ઊભી હતી, એ રખેને વીલની વાત જાણી જાય એવા ભયથી આભાશાએ રાબ પીવાની ઇચ્છા વ્યક્ત કરી અને નંદનને એ કામ માટે રસોડામાં ધકેલી દીધી
- 'રૂઢિપ્રયોગ:'
૧. રાબ રાંધવી = ધણિયાણી થવું; સ્ત્રી બનવું; પરણવું; જેમકે, જેની રાબ રાંધવી સરજી હશે ત્યાં સગાઈ થશે.
૨. રાબછાશે ડાહ્યું = રસોઇ કરવામાં કુશળ.
૩. રાબનાં હાંડલાં ફૂટવા = ગરીબનું રોજીનું સાધન જવું.
૪. રાબનું હાંડલું = ગરીબ સ્થિતિનું માણસ.
- ૪. (સ્ત્રી.) જમીન ઉપર પાંદડાં અને તેવી નકામી વસ્તુઓ નાખી બાળી નાખવાની ક્રિયા.
- ૫. (સ્ત્રી.) પાંદડાં, ઘાસ, લાકડાં વગેરે બાળીને વાવવા માટે બનાવેલી જમીન તથા તેના ઉપર થતો પાક.
- ૬. (સ્ત્રી.) (કચ્છી) નામર્દ; હીજડું; બાયલું.