ઘાસ
- ૧. પું.
- કોળિયો.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: घ्रास
- ઘટ; ઘટાડો; નુકસાની; ખોટ.
- ઉદાહરણ 1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૭૭-૭૮:
- “માણસનાં કાંઈ નાણાં લેવાય છે ! ખરેખરો ઘાસ તો મને ઢાંઢાનો લાગ્યો, સા’બ. ત્રણસો રોકડા દઈને જોડ લીધેલી.”
- રૂઢિપ્રયોગ
- ૧. ઘાસ કાપવી = ઘટના બદલામાં કે ઘસારાના બદલામાં કાપી લેવું; મજરે લેવું.
- ૨. ઘાસ ખાવી = ઘટ ખમવી; નુકસાન વેઠવું.
- ૩. ઘાસ લાગવી = ઘસારો પડવો; ઘટ આવવી; નુકસાન થવું.
- ઘસારો; ધાતુ વગેરેને ઘસવાથી પડેલી ભૂકી.
- ૨. ન.
- એક જાતનું રેશમી કાપડ.
- ખડ; ચારો; પશુઓનો ખોરાક, તૃણ જ્યારે લીલાં અને કુમળાં હોય ત્યારે ચાર અને સૂકાં હોય ત્યારે ઘાસ કહેવાય છે, છતાં બેઉ એકબીજાના અર્થમાં વપરાય છે.
- રૂઢિપ્રયોગ
- ૧. ઘાસ કાપવું = નહિ સાંભળવું; ઉપેક્ષા કરવી; નહિ ગણકારવું.
- ૨. ઘાસ ખાવું = ખડ ખાઈ જવું; પશુની માફક વર્તવું.
- ૩. ઘાસની ગંજી ઉપરનો કૂતરો = (૧). પોતાને કંઈજ ઉપયોગી ન હોય એવી વસ્તુનું પણ સ્વામિત્વ પોતાના હથમાં આવવાથી મગરૂર થઈ ગયેલો માણસ. (૨). પોતાને નિરુપયોગી વસ્તુ પણ બીજાને ઉપયોગમાં ન લેવા દે એવો માણસ.
- ૪. મોંમાં ઘાસ લેવું = તાબે થવું; શરણે જવું.
સંદર્ભ
ફેરફાર કરો- ઘાસ ભગવદ્ગોમંડલ પર.