નામ (પું.) (ન.) (સંસ્કૃત)

  • કમળનો તંતુ; કમળનાળ; કમળની દાંડી.
  • એક જાતનું સુગંધિત ઘાસનું મૂળ; ખસ; ઉશીર; સુંગંધી વાળો.
  • (શિલ્પ) કોતરકામનો એક પ્રકાર.
  • વીરણમૂળ.

સંબંધિત શબ્દો

ફેરફાર કરો
  • મૃણાલદંડ (પું.) – કમળના ફૂલનો દંડ — દાંડલી
  • મૃણાલસૂત્ર (નપું.) – કમળના દાંડાનો રેસો
  • મૃણાલિની, મૃણાલી (સ્ત્રી.) – કમળનો છોડ
  • મૃણાલિકા – કમળનાં ખવાય તેવાં કૂંળાં કૂળાં મૂળ.

સાહિત્યમાં

ફેરફાર કરો
  • મૃણાલ – ગુજરાતી કવિ સુરેશ જોષીની દીર્ધ કાવ્યરચના 'એક ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું દુ:સ્વપ્ન'નું મુખ્ય પાત્ર; સુરેશ જોષીની લઘુનવલ 'મરણોત્તર'નું મુખ્ય પાત્ર
  • મૃણાલવતી – કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલકથા 'પૃથિવિવલ્લભ'નું પાત્ર, તૈલપની બહેન

સંદર્ભો

ફેરફાર કરો
  • સાર્થ ગૂજરાતી જોડણીકોશ (પાંચમી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ. એપ્રિલ ૧૯૬૭ [૧૯૨૯]. p. ૬૭૭.
  • મૃણાલ ભગવદ્ગોમંડલ પર.
  • ટોપીવાળા, ચંદ્રકાન્ત (૧૯૯૦), “એક ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું દુ:સ્વપ્ન”, in ગુજરાતી સાહિત્યકોશ: અર્વાચીનકાળ, volume ૨, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, OCLC 26636333, page ૩૮