૨. ( સંગીત ) એક જાતનો રાગ. તે કોઈ પણ સમયે ગાઈ શકાય છે. પલાસી થાટના સંકીર્ણ પ્રકારના રાગોમાં તેનો સમાવશે થાય છે. તેમાં કોમળ તેમ જ શુદ્ધ ગાંધાર, નિષાદનો પ્રયોગ થાય છે. તે સિવાય સર્વ સ્વરો શુદ્ધ છે. તેનો વાદી સ્વર ષડ્જ અને સંવાદી સ્વર પંચમ છે. તેમાં કેટલેક સ્થળે પીલુનો ભાસ થાય છે.
3. ( સંગીત ) એક રાગ; મહાડ,માડ. ગાવાનો વખત રાત્રિનો છે. જાતિ સંપૂર્ણ છે એટલે કે ખરજ અને રિખબ તીવ્ર, ગાંધર તીવ્ર, મધ્યમ તીવ્ર, મધ્યમ કોમળ, પંચમ અને ધૈવત તીવ્ર, નિખાદ કોમળ તીવ્ર બંને, આ પ્રમાણે સાતે સ્વર આવે છે. તેમાં વાદી સ્વર ધૈવત અથવા મધ્યમ છે, ગ્રહ અને ન્યાસ સ્વર ખરજ છે. તે મારૂ દેશ એટલે કે મારવાડમાં સારો અને ઘણો ગવાય છે.
૪. (પું) ( સંગીત ) એક ષાડવ વક્રજાતિ રાગ. તેમાં આરોહમાં સા, ગ, મ, પ, ધ, નિ એમ છ સ્વર અને અવરોહમાં સાતે સ્વર આવે છે. કોઈક વખતે નિ કોમળ લાગે છે. તેનો ગ્રહ સ્વર તથા ન્યાસ સ્વર સ, વાદી સ્વર નિ અને સંવાદી સ્વર ગ છે. ગાવાનો સમય રાતનો બીજો પહોર છે. તે કરુણા અને શૃંગાર રસ ઉત્પન્ન કરે છે તથા ચંચળ પ્રકૃતિવાળો છે.
૫. (પું) કેળનાં થાંભલાને બાજોઠ ફરતાં ગોઠવીને બનાવવામાં આવતો એક જાતનો મંડપ.
૬. (પું) ગલકીનો એક પ્રકારનો વેલો. તેને એક જ ફૂલ અને ફળ આવે છે.
૭. (પું) ગોળની કડાઈ સરખી રાખવા માટે ગોળ રાંધવાની ચૂલની નાળ ઉપર રાખવાનાં આવતો પથ્થર.
૮. (પું) મહેલ; મેડીવાળું સુંદર મકાન.
ઉપયોગ :રજપૂતાણી એના માઢ ઉપર કમાડની તરડમાંથી જોતી હતી. -મેઘાણી