• વિશેષણ
    • અદબદ; અનિશ્ચિત સ્થિતિમાં એમનું એમ રહેવા દીધેલું; નિર્ણય નહિ કરેલો હોય એવું; અવ્યક્ત; મોઘમ.
    • અનુમાનવાળું.
    • ઉપલક.
    • ગુપ્ત; સાંકેતિક.
    • ગૂઢ; ભેદી.
    • દ્વિઅર્થી.
    • શકમંદ; સંશયાત્મક; સંદિગ્ધ; બાધેભારે; અસ્પષ્ટ; ગમે તેનું નામ દઈ અદ્ધર જણાવેલું.
    • સાનમાં સમજાવેલું.
    • ઉદાહરણ
      1964, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૫૦:
      “રિખવને હજી એક ગ્રહની નડતર હોવા છતાં સુલેખા સાથે એનાં લગ્ન કરવા માટે આભાશાના આગ્રહથી પોતે મભમ અનુમતિ આપી દીધેલ, એ બદલ વિમલસૂરીનો અંતરાત્મા ડંખી રહ્યો હતો.”

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
  • વ્યુત્પત્તિ શબ્દ: મુબ્હમ (અર્થ: વહેમ પડે એવી વાત.)