પાણીચું
- ૧. નપુંસકલિંગ
- રૂઢિપ્રયોગ
- ૧. પાણીચું આપવું-દેવું-પકડાવવું-પરખાવવું = (૧) નોકરીમાંથી બરતરફ કરવું. (૨) વિદાય કરવું; રજા આપવી. (૩) વિદાય વખતે શુભ શકુન તરીકે પાણીવાળું નાળિયેર મળવું.
- ૨. પાણીચું મળવું = (૧) નોકરીમાંથી રજા મળવી; બરતરફ થવું. (૨) વિદાય થતી વખતે શુભ શકુન તરીકે પાણીવાળું નાળિયેર આપવું. (૩) વિદાય થવું.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૨:
- “ખોટું બોલ મા. હજીય હું તારી પડખે જ છું. હું તારી પડખે ન હોત તો તો મોટાભાઈએ કે’દાડાનું તને પાણીચું પરખાવી દીધું હોત એ ખબર છે ? વ્યાજવટાવમાં તારી રાડ્ય ઓછી નથી. રોજ ઘેરોએક ઘરાક મોટાભાઈ પાસે તારા નામનાં છાજિયાં લેતાં આવે છે. પણ મારે લીધે તું ટકી રિયો છો !”
- ૨. વિશેષણ
- પાણીવાળું; પાણીચું; પાણીથી ભરેલું.
સંદર્ભ
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 5536