• ૧. (પું.) એક જાતનો લાંબી શાખાવાળો છોડ. તેનાં પાન લંબગોળ નાનાં હોય છે. તેમાં ધોળાં ફૂલ થાય છે. શિયાળામાં થતી તેની મગફળી જેવી શીંગ કાળી હોય છે.
  • ૨. (પું.) કારીગરી.
  • ૩. (પું.) જાદૂ; ઇલમ.
  • ૪. (પું.) જેમાંથી સહજ સમૃદ્ધિવાન થવાય એવી કોઇ ચમત્કારિક ક્રિયા; સહેલાઈથી ઘણું દ્રવ્ય મળે અથવા ફાયદો થાય એવો ઇલમ, ધંધો અથવા વસ્તુ; સરળતાથી પૈસા કમાવાની કળા..
  • ૫. (પું.) (લા.) બનાવટ; યુક્તિ; હિકમત, તદબીર
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૪:
      એમ વાણિયાશાહી પોચટતાથી કોઈ કામ પાર પડવાનાં હતાં ? પોતે કામ પતાવી લિયે એટલી વાર નંદનને દૂર કરવાનો પણ એણે કીમિયો રચી કાઢ્યો.
  • ૬. (પું.) હલકી ધાતુને કીમતી બનાવવાની ગુપ્ત રસાયણવિદ્યા; ધાતુમાં ભેળસેળ કરવાની ગુપ્ત કળા.

ઉતરી આવેલા શબ્દો

ફેરફાર કરો
  • ૧. (બ. વ.) - કીમિયા
  • ૨. કીમિયાગાર = કીમિયા કરનાર