• ૧. (પું.) કારીગર; હુન્નરી.
  • ૧. (પું.) કુરાન વાંચનાર પુરુષ.
    • વ્યુત્પત્તિ:[અરબી]
  • ૧. (પું.) ચિતારો; ચિત્ર દોરનાર માણસ.
  • ૧. (સ્ત્રી.) અસર; સત્તા.
  • ૧. (સ્ત્રી.) ઇલાજ; ઉપાય.
  • ૧. (સ્ત્રી.) કઢી.
  • ૧. (સ્ત્રી.) કપડાંની બાંય પહોળી કરવા માટે નખાતી ફાચરો.
  • ૧. (સ્ત્રી.) કમખાની બગલના ભાગમાં મુકાતો ત્રાંસિયો.
  • ૧. (સ્ત્રી.) કરામત; કળા; કુશળતા;
  • ૧. (સ્ત્રી.) ગાયને ગળાથી આગલા પગ સુધી લટકતો ચામડીનો ભાગ.
  • ૧. (સ્ત્રી.) જોડાના પાછલા ભાગમાં સીવવામાં આવતો ત્રિકોણાકાર ચામડાનો કટકો.
  • ૧. (સ્ત્રી.) ચતુરાઇ, યુક્તિ, તદબીર, હિકમત.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૩૯:
      ચતરભજે એવા તો ઠઠ્ઠાભર્યા અવાજમાં જવાબ વાળ્યો કે અમરત તો ડઘાઈ જ ગઈ. આ જોરૂકા મુનીમ પાસે મારી એક પણ કારી નહિ જ ફાવે કે શું એવા અંદેશાથી એ નરમ ઘેંશ જેવી થઈને બોલી :
  • ૧. (સ્ત્રી.) ભોરિંગણી.
  • ૧. (વિ.) અગત્યનું; જરૂરનું.
  • ૧. (વિ.) અજબ; અસરકારક; નવાઇ ભરેલું; વિચિત્ર.
  • ૧. (વિ.) આકરૂં; ઊંડું; જબરૂં; સખત.
  • ૧. (વિ.) ખીલતું; વિકાસ પામતું.
  • ૧. (વિ.) દારૂણ; ત્રાસદાયક; ભયંકર.
    • રૂઢિપ્રયોગ: ૧. કારી ઘા-જખમ = ઊંડો મર્મભેદી જખમ.
      ૨. કારીના મરણ સમયે = બહુ દિલગીરી કરાવે એવા માણસના મૃત્યુ વખતે.
  • ૧. (વિ.) મરણ નિપજાવે એવું; પ્રાણઘાતક; મારક; (લા.) કાતિલ.
  • ૧. (અ.) કરનારૂં, કરે એવું, એવો અર્થ દેખાડતો પ્રત્યય. જેમકે, સુખકારી.