pathetic fallacy
વ્યુત્પત્તિ
ફેરફાર કરોઅંગ્રેજ કળામિમાંસક જ્હોન રસ્કિને પોતાના 'મૉડર્ન પેઇન્ટર્સ' (૧૮૫૬) નામના ગ્રંથમાં ચિત્રકારો માનવભાવોનું પ્રકૃતિ પર આરોપણ કરીને જે રીતે અસત્યનો આશ્રય લે છે તેની મર્યાદા કે દોષ દર્શાવવા 'પૅથેટિક ફૅલસી' સંજ્ઞા પ્રયોજી છે. ગુજરાતીમાં રમણભાઈ નીલકંઠે એને માટે 'વૃત્તિમય ભાવાભાસ' સંજ્ઞા પ્રયોજી છે.
અર્થ
ફેરફાર કરો- (સાહિત્યમાં) અચેતન વસ્તુઓ પર માનવીય ભાવોનું અને વર્તનનું આરોપણ કરવું તે
- વૃત્તિમય ભાવાભાસ - અમુક સમયે માનવવ્યક્તિની જે અમુક વૃત્તિ હોય તે પ્રકૃતિમાં પણ દૃશ્યમાન થતી માની લેવાની ભૂલ
- નિલકંઠ, રમણભાઈ મહિપતરામ; "કવિતા અને સાહિત્ય", p. ૨૨૦
- જ્યારે કવિ પોતે પોતાની તરફથી વર્ણવે છે એ બનાવો તે સમયે પ્રકૃતિમાં બન્યા ત્યારે તો આ કલ્પનાને (p. f.) વૃત્તિમય ભાવાભાસ કહેવો પડશે.
- નિલકંઠ, રમણભાઈ મહિપતરામ; "કવિતા અને સાહિત્ય", p. ૨૨૦
- અસત્ય ભાવારોપણ
- દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ; "મનોમુકુર", p. ૨૦૧
- ઊર્મિજન્ય ભાવાભાસ
- માંકડ, ડોલરરાય; "કાવ્ય-વિવેચન", p. ૯૯
- આટલું વાંચ્યા પછી pathetic fallacy માટે રમણભાઈએ યોજેલ વૃત્તિમય ભાવાભાસ અને નરસિંહરાવે યોજેલ ઊર્મિજન્ય ભાવારોપણ કરતાં ઊર્મિજન્ય ભાવાભાસને હું વધારે યોગ્ય શા માટે ગણું છું તે સહ્રદયોને સમજાઈ ગયું હશે જ.
- માંકડ, ડોલરરાય; "કાવ્ય-વિવેચન", p. ૯૯
સંદર્ભો
ફેરફાર કરો- શેઠ, ચંદ્રકાન્ત. (માર્ચ ૨૦૦૫). "વૃત્તિમય ભાવાભાસ". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૦ (વિ - વૈં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૬૬૫. OCLC 162213097
- પારિભાષિક કોષ, પૃ. ૧૬૭
- ભગવદ્ગોમંડલ, પૃ. ૮૧૬૦