હૈયાફૂટું
- વિશેષણ
- કાચા કાનનું; હૃદયની સ્થિરતા વિનાનું; હૈડું હાથમાં નથી એવું.
- (લા.) ભૂલકણું; વીસરી જાય એવું; ઘડીકમાં ભૂલી જાય એવું.
- મૂર્ખ; બેવકૂફ; મૂઢ; ગમ વિનાનું; અક્કલ વગરનું.
- સ્વાર્થ જતો કરે એવું; ફૂટેલા હૈયાનું.
- જાતિવાચક નામ
- હૈયાફૂટો (પુ)
- હૈયાફૂટી (સ્ત્રી)
- બહુવચન
- હૈયાફૂટા
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૮૮:
- “અને એવાં પંચ આપે તો પછી ખરે ટાંકણે મદદ કરનારા હૈયાફૂટા અમલદારો શી રીતે મળે ?”