Type ફેરફાર કરો

નામ (પું.)

Meaning ફેરફાર કરો

[प्रा. हत्थ (सं. हस्त)] હસ્ત (૨) કોણીથી વચલી આંગળીના છેડા સુધીની લંબાઈનું માપ (૩) (પત્તાંની રમતમાં) એક ભાગે જિતાયેલો દાવ (૪) રેલવેનું સિગ્નલ (૫) હાથનો કસબ (લા.) (૬) સામેલગીરી; મદદ; પ્રેરણા. ઉદાo એ કામમાં મારો હાથ નથી (૭) કૃપા; રહેમ. ઉદાo તેના ઉપર મારા બન્ને હાથ છે (૮) (રંગવા વગેરેમાં) એકેક વારની એકેક ક્રિયા. ઉદાo રંગના બે હાથ દીધા (૯) લગ્નસંબંધ; પાણિગ્રહણ. ઉદાo તેના હાથની માગણી કરી (૧૦) સત્તા; તાબો; અખત્યાર; શક્તિ. ઉદાo મારા હાથની વાત નથી (૧૧) હાથવાળી બાજુ-પાસું. ઉદાo ડાબે હાથે તેનું ઘર છે.