હડફો
- ૧. (પું.)
- ઇસ્કોતરો; પૈસા રાખવાની નાની પેટી.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૪:
- પેઢીનો આખો હડફો ચતરભજ હાથ કરી લિયે.
- ખાઉધર; જબરો જમનાર માણસ.
- જડસો; મૂર્ખ માણસ; બેવકૂફ આદમી; અડબંગ.
- ધપ્પો; હડસેલો.
- હડફ લઈને પૈસા નાખી શકાય અથવા કાઢી શકાય તેવી સગવડવાળી પેટી અથવા પેટીનું ખાનું.
- વ્યુત્પત્તિ:
હિન્દી हडप्फ;
- સરo
મરાઠી हडपा,
- [કાનડી].हडप
- રૂઢિપ્રયોગ: હરી ફરીને હડફે હાથ = અવારનવાર થેલીમાં હાથ નાખવો તે.
- હથિયાર કે કાટલાં રાખવાનું લાકડાનું નાનું ખોખું,ઓજાર રાખવાની પેટી.
- ૨. વિશેષણ
- અવ્યવસ્થિતપણે બધામાં માથું મારનાર.
- હડફો ભગવદ્ગોમંડલ પર.