• સ્ત્રી.
    • ખેડૂતે ખેતી કરવા બદલ જમીનદારને જે જમીનનું ભાડું આપવું પડે તે; ખેડભાડું; ગણોત; ફારમ; વેરો; વિઘોટી; મહેસુલ, જમીનની ફળદ્રુપતાના બદલામાં જમીનના માલિકને થતી આવકને સાંથ અથવા ગણોત કહે છે. તેને ભાડું કહેવું હોય તો જમીનભાડું કહેવું જોઈએ; કારણ કે ભાડું શબ્દ ચીજો આપવાથી થતી આવકને માટે એને ઘરના ભાડા માટે પણ વપરાય છે. ખેડૂત જમીનદારને જે સાંથ આપે છે અને પોતે માલિક હોય તો પોતાને જે સાંથ મળે છે તેમાં ઘણી વખત ફેર હોય છે. ખેડૂત માલિક હોય તો, ખેતરની એકંદર ઊપજમાંથી પોતાનું મહેનતાણું અને પેદાશનું ખર્ચ બાદ કરે, ત્યાર પછી જે બચત રહે તે ખરી સાંથ કહેવાય છે. આ ખરી સાંથ કરતાં જમીનદારની સાંથ વધુ હોવી ન જોઈએ. કેટલીક વખતના જમીનના માલિકને ખેતર ઉપરનાં મકાન અને એવા કાયમના અગાઉ થયેલ સુધારાને અંગે પણ આવક થાય છે તેને સાંથ રૂપી આવક કહી શકાય; તેવી જ રીતે સંચાઓ કે એવી સ્થાવર મિલકત જેમાં મૂડી રોકાઈ ચૂકી હોય અને જેમાંથી થતી આવકનો આધાર માગણીના વધારાઘટાડા ઉપર હોય, તેમાંથી થતી આવકને પણ સાંથરૂપી આવક ગણી શકાય. આ શબ્દ, જે વસ્તુની જોગવાઈ આગર છત નિશ્ચિત હોય અને જેમાંથી થતી આવકનો આધાર બજારની માગ ઉપર હોય અને તેથી આવકમાં વધારો થતો હોય ત્યાં વપરાય છે. તે ટૂંકાં સમયની આવકને જ લાગુ પડે છે; એટલે કે માગમાં વધારો થયા પછી નવા ફેરફારો અમલમાં આવે તે ગાળામાં થતી આવકને માટે જ વપરાય છે.
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૫૩:
        “પણ અમલદારોએ આવું કશું કર્યું જણાતું નથી. તેમણે તો ‘ગણોતપટા અને સાંથના આંકડાઓ’ ઉપર જ બધી ઈમારત ચણી છે.”
    • ગુજરી; બજાર; દુકાન.
    • દાણ.
    • દાન.
    • ભોગવટો.
    • રકમ.
    • વહીવટ.

રૂઢિપ્રયોગ

ફેરફાર કરો
  • સાંથે આપવું-મૂકવું = સાંથ લેવાની કરીને ખેડવા માટે જમીન આપવી; સાંથવું.