સમષ્ટિ
- સ્ત્રી.
- સમગ્રતા; સમુદાય.
- સમાજ. વ્યક્તિ અને સમષ્ટિ વેદાંત પરિભાષાના શબ્દો છે. ” હું ” એવા પ્રકારના અભિમાનવાળા સર્વ જીવો, પોતાના સ્વરૂપ સાથે તાદાત્મ્ય સંબંધે જોડાયેલા છે એમ પોતાનું જીવોની સાથેનું એકત્વ સત્યનારાયણ ઇશ્વર સર્વજ્ઞ હોવાથી જાણે છે, માટે તે ઈશ્વર જ સમષ્ટિરૂપ છે. અલ્પજ્ઞ જીવો તેમ જાણી શક્તા નથી માટે તેઓ વ્યષ્ટિ કહેવાય છે; વેદાંતમાં પારિભાષિક આ અર્થ પ્રમાણે છે. તે ઉપરથી અનેકમાંથી હરકોઈ એક તે વ્યક્તિ, અનેકનો એક સમુદાય તે સમષ્ટિ આવો અર્થ રૂઢ થઈ ગયો છે.
- ઉદાહરણ: 1921, રમણલાલ દેસાઈ, નિહારિકા, page ૨૮:
- વ્યાપી રહી જીવનમૃત્યુપરંપરા શી ?
હિંસાનું તંત્ર ફરતું સઘળી સમષ્ટિ !
જાગ્યું જીવિત - ઝપટાયું કઠોર કાલે !
મૃત્યુ અને જીવનના ગજગ્રાહ ચાલે !
- ઉદાહરણ:
- ( જૈન ) સરખી ભાવના; સમદૃષ્ટિ.
સંદર્ભ
ફેરફાર કરો- સમષ્ટિ ભગવદ્ગોમંડલ પર.