સગડ
- ૧. (સ્ત્રી.) ખબર; બાતમી; પત્તો; (લા.) સરસમાચાર.
- ૨. (સ્ત્રી.) ઉકેલ, ‘ક્લ્યૂ.’
- ૩. (સ્ત્રી.) પગેરું; પીછો; પગલું; પાદચિહ્ન; પગલાં
- ૪. (સ્ત્રી.) સગણ; કેડો; માર્ગ.
- રૂઢિપ્રયોગ: સગડ મૂકવો-મેલવો = કેડો છોડવો; જતો કરવો; સગડ મેલવો.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૪૧:
- ‘એલા હજી એ વાતનો સગડ નહિ મેલે કે ?’
- ૫. (ન.) ગાડું.
- વ્યુત્પત્તિ: [સંસ્કૃત] શક્ટ
- ૬. (અ.) પાછળ
સંદર્ભ
ફેરફાર કરો- સગડ ભગવદ્ગોમંડલ પર.
- “સગડ - Gujarati to Gujarati meaning, સગડ ગુજરાતી વ્યાખ્યા”, in Gujarati Lexicon[૧], accessed 2020-03-10