• ૧. પું.
    • सं. જ્યોતિષશાસ્ત્રમાં અગિયાર માંહેનો સાતમો કરણ. એ કરણચર છે, લાભદાયી નથી.
    • મજૂરે કે પગાર લીધા વિના કામ કરનાર નોકર; વેઠિયો; વગર્ પૈસાનો મજૂર.
    • સંધિવિગ્રહ કરવામાં કુશળ વકીલનું પ્રેષણ તે.
    • સેવક; ચાકર.
  • ૨. સ્ત્રી.
    • કરના બદલામાં કરાતી વેઠ; કરવેરાને બદલે જે લોકો પૈસા નહિ ભરતાં કિલ્લા અથવા સરકારી મકાનમાં મફત મજૂરી કરે તે.
    • કામ.
    • પગાર.
    • ફેંકવું તે.
    • મોકલવું તે.
    • વેઠ; પૈસા વિના કરાતી મજૂરી.
    • સમાધાનીની વાટાઘાટ; સંધિ માટેની ખટપટ; ઝઘડો નહિ થાય તે માટે સમજૂતીનું કહેણ તે; શિષ્ટાઈ; સામોપચાર; સમજૂતીની ખટપટ; સલાહનું કહેણ.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૪૭:
      “સત્યાગ્રહ કરવાની બારડોલી તાલુકાના ખેડૂતોને સલાહ આપતા પહેલાં શ્રી. વલ્લભભાઈ પટેલે સરકારને એક વિષ્ટિનો પત્ર લખ્યો હતો.”