નામ (નપુંસકલિંગ)

ફેરફાર કરો
  • ડાચિયું; ધિક્કાર કે તિરસ્કારમાં ધખવું તે; ઉદ્ધતાઈથી બોલવું તે.
  • ધમકી.
  • બચકું.
  • છાંછિયું કે છણકો કરવો તે
  • મોઢું તોડી લેવું તે (વડચકું ભરવું.)
  • (લાક્ષણિક) ક્રોધથી જવાબ દેવો, ડાચિયું નાખવું એ

રૂઢિ પ્રયોગ

ફેરફાર કરો
  • ૧. વડચકું ભરવું = (૧) ગુસ્સો કરવો. (૨) બટકું ભરવું. (૩) મોઢું તોડી લેવું.
  • ૨. ભૂખનાં વડચકાં = ભૂખની દાઝ; ભૂખનું દુઃખ.

અન્ય જોડણી

ફેરફાર કરો
  • વડછકું

ઉતરી આવેલા શબ્દો

ફેરફાર કરો
  • વડચકાં (બહુવચન)