વંડી
- ૧. (સ્ત્રી) માટીનો નાનો કોટ કે દીવાલ; કંપાઉંડની આજુબાજુની દીવાલ; વાડાની ભીંત; વાડ; ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત; ઊંચી પાળ; વાડા કે કમ્પાઉન્ડની બેઠા ઘાટની ભીંત.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
- ઘરની પરસાળમાં પણ જેણે મજિયારાપણું ન સહેવાતાં આડી વંડી ચણાવી લીધી, એ આપ-૨ખી નંદન પતિહૃદયમાં તો સહિયારાપણું શું સાંખી શકે?
- રૂઢિપ્રયોગ:
૧. વંડી છાવી = (૧) નાનું ક્ષુલ્લક કામ કરવું. (૨) વરસાદથી ભીંજાય નહિ માટે તેના ઉપર કરાંઠી વગેરે મૂકી ઉપર મટોડું, કચરો વગેરે નાખવાં.
૨. વંડી પરનું ખરસલું = તુચ્છ વસ્તુ.
- ઉદાહરણ
- ૨. (સ્ત્રી.) મોટા ભાગે ચોળાની દાળની એક બનાવટ
- ૩. (સ્ત્રી.) (લા.) ફરતી દીવાલવાળો નાનો રહેણાક ઘરવાળો બગીચો