રસાતળ
- ૧.ન.
- નરક.
- સત્યાનાશ; પાયમાલી.
- સાત માંહેનું એ નામનું એક પાતાલ. તે આ પ્રમાણે છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. તેમાં નિવાતકવચ, હિરણ્યપુરવાસી અને કાલેય એવા ત્રણ વર્ગમાં વહેંચાએલા પાણિ નામથી ઓળખાતા દૈત્ય દાનવો રહે છે. અહીં બ્રહ્મદેવના મુખમાંથી ઉત્પન્ન થયેલી ગાય રહે છે. એના દૂધમાંથી ત્યાં ક્ષીરનિધિ નામનો હ્રદ થયો છે. અહીં ફેનપ નામના મુનિ રહે છે. આ લોકની ચારે દિશાએ પૂર્વાદિ ક્રમે સુરૂપા, હંસિકા, સુભદ્રા અને સર્વકામદુધા એવી ચાર સુરભિની કન્યા રહે છે.
- રૂઢિપ્રયોગ
- રસાતલ કાઢવું = નિકંદન કાઢવું.
- રસાતલ ઘાલવું = (૧) છેક નીચું પાડી નાખવું. (૨) પૂરી પાયમાલી કરવી; દુર્દશામાં આણી મૂકવું; ખરાબખસ્ત કરવું. (૩) માલમિલકત વગેરે લૂંટી લેવું.
- રસાતલ જવું-થવું-વળી જવું = (૧) તદ્દન ભાંગી પડવું. (૨) ધડે બેસવું. (૩) નિ:સંતાન જવું; નિર્વંશ જવો. (૪) ભોંય બેસી જવું. (૫) સત્યાનાશ જવું; પાયમાલી થવી; નખોદ જવું; વિનાશ થવો. (૬) હાહાકાર થઈ જવો; ગજબ થવો; મોટી પાયમાલી થવી.
- રસાતલમાં પહોંચાડવું = બરબાદ કરવું; નાશ કરવું.
- પૃથ્વી રસાતલ જવી = પૃથ્વી છેક રસાતળ કે પાતાળ સુધી હેઠે જવી; દુનિયા ઊંધીચત્તી થઇ જવી; ગજબ કે હાહાકાર થઇ જવો.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૧૧:
- “‘જયાં જઈશું ત્યાં જમીન મળશે, પણ ખેડૂતની પ્રતિજ્ઞા તૂટશે તો ધરતી પર વરસાદ આવવાનો છે શું ? ખેડૂત પ્રતિજ્ઞા ન પાળે તો પૃથ્વી રસાતળ થઈ જાય.’ ”