માતંગ
- ૧. પું.
- ( જ્યોતિષ ) અઠ્ઠાવીસ માંહેનો એ નામનો એક યોગ.
- આઠ સૂચક સાંકેતિક શબ્દ. વાસ્તવિક રીતે તે આઠ હોય છે.
- એ નામના એક ઋષિ. તે શબરીના ગુરુ અને માતંગી દેવીના ઉપાસક હતા. તે મૌન રહેતા હતા, તેથી જે પર્વત ઉપર તેઓ રહેતા હતા તે પર્વતનું નામ ઋષ્યમૂક પડી ગયું હતું.
- એ નામનો એક ઈશ્વરાવતાર.
- એ નામનો એક નાગ.
- ( પિંગળ ) એ નામે એક અર્ધસમવૃત્ત વર્ણમેળ છંદ; માર્દંગી. તેના પહેલા તથા ત્રીજા ચરણમાં સગણ, નગણ, સગણ, નગણ, ગુરુ અને લઘુ એમ ચૌદ અને બીજા તથા ચોથા ચરણમાં મગણ, બે જગણ, બે નગણ અને યગણ એમ અઢાર અક્ષર હોય છે.
- એક જૈન.
- ( પુરાણ ) ક્રોધવશાની પુત્રી માતંગીનો દરેક પુત્ર; ગજરાજ.
- ચાંડાલ; ભંગી; શ્વપચ; પ્લવ; દિવાકીર્તિ; જનંગમ; નિષાદ; અંતેવાસી; પુક્કસ; એક નીચ જાતિ.
- ( પુરાણ ) ત્રિશંકુ રાજાનું ચાંડાળપણાને લીધે પડેલું નામ.
- નાગકેસર.
- પાનવેલ.
- ( પુરાણ ) મતંગ ઋષિનો પુત્ર.
- રામાયણ પ્રસિદ્ધ એ નામનો એક પર્વત. માતંગની ટેકરીઓ હેમ્પીસી ગામની નજીક આવેલ છે. કિષ્કિંધા વગેરે તેની પૂર્વે આવેલ છે.
- સર્પ.
- સંવર્ત્તક મેઘનું એક નામ.
- [સંસ્કૃત] હાથી; ગજ; કુંજર.
- ઉદાહરણ 2019, કલાપી, કલાપીનો કેકારવ, page ૯૭:
- "પહોંચે ના કર્ણે કલકલ ધ્વનિ આ જગતના, વહે ધીમાં ધીમાં ખળખળ અહીં શાન્ત ઝરણાં, વહે ધોધો ગાજી મધુર જ્યમ માતંગ ગરજે, રૂડાં બચ્ચાં ન્હાનાં ચપલ હરિણોનાં કૂદી રહે!."
- સ્ત્રી.
- ઢેઢની એ નામની એક અટક.
- ભીલની એક જાત.
- ન.
- એ નામની અટકનું માણસ.
- પીપરનું ઝાડ.
- પીપળો; અશ્વત્થ.
- વિશેષણ
- એ નામની અટકનું.
- જંગલી; રાની.
સંદર્ભ
ફેરફાર કરો- માતંગ ભગવદ્ગોમંડલ પર.