માંડવાળ
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.)
અર્થ
ફેરફાર કરો- ફેંસલો; તોડ; સમજૂતી; પતાવટ; સમાધાન; બન્ને પક્ષે પરસ્પર રાજીખુશીથી કરેલું સમાધાન; નિકાલ; તોડજોડ; બાંધછોડ
- નામુ સમજી ચોખ કરાતાં કરાતી છૂટછાટ; માંડવાળની ક્રિયા; માંડી વાળવું તે; હિસાબ કરતાં અમુક રકમ માંડી વાળવી એ.
- ત્યાગ સ્વીકાર; લેમૂક
- (લા.) સમાધાન, તોડજોડ, ‘કૉમ્પ્રોમાઇઝ’ (દ○બા○), ‘કૉમ્પાઉંડિંગ’
રૂઢિપ્રયોગ
ફેરફાર કરો- માંડવાળ કરવી
- માંડી વાળવું; જતું કરવું
- ઉદાહરણ : સામટી ધીરધારમાંથી દર વર્ષે દસ–વીસ હજારની રકમની તો, વસૂલ ન થઈ શકવાને કારણે માંડવાળ કરી નાખવી પડતી - વ્યાજનો વારસ
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૬૧
- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૭૭૨૭