માંચી
- ૧. (સ્ત્રી.) આસન જેવી બેઠક; નાનો માંચો; નાની ખાટ; સાંગામાચી.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૪:
- ‘ડાંઉ ડાંઉ કર્યા કરો તમતમારે ! આ અમરત કોઈને કાનસરો દિયે એવી નથી, ભલેને દુનિયા આખી ભસ્યા કરે ! બંદા બેઠા માંચી ને દુનિયા ડહોળે પાણી.’
- ઉદાહરણ
- ૨. (સ્ત્રી.) ગજસેનાનો ઉપલો ભાગ.
- ૩. (સ્ત્રી.) ઘંટીએ દળવા માટે બેસવાની નાની ખાટલી.
- ૪. (સ્ત્રી.) ગાડામાં બેસવા ગોઠવાતી બેઠક.
- ૫. (સ્ત્રી.) ચામડાથી મઢેલી પેટી. તે સામાન મૂકવા માટે ગાડીમાં રખાય છે.
- ૬. (સ્ત્રી.) ચારપાઈ; ખાટલી; નાનો ખાટલો.
- રૂઢિપ્રયોગ: માંચીનો માકડ = (૧) ઘરમાં પડી રહેનાર અથવા સાહસિક બુદ્ધિ વગરનો મનુષ્ય; કનડગત કરે અને ઘરમાંથી ન ખસે તેવું માણસ (૨) પોચું; નરમ: કોમળ.
- ૭. (સ્ત્રી.) છાતીનો ભાગ; છાતીનું ચોકઠું
- ૮. (સ્ત્રી.) નાના બાળકને સુવાડવાની ખાટલી.
- ૯. (સ્ત્રી.) પારણું; ઘોડિયું.
- રૂઢિપ્રયોગ: માંચી માંડવી = પ્રસૂતિ વખતે જણવા માટે માંચી ઉપર સ્ત્રીને બેસાડવી; ખાટલી ઉપર પ્રસૂતિવાળી સ્ત્રીને બેસાડી જણાવવું તે.
- ૧૦. (સ્ત્રી.) હાથનુ એક ધરેણું,
- ૧૧. (સ્ત્રી.) માટી કે રેતીવાળી જમીનમાં કૂવો ચણવા છેક તળે મુકાતી લાકડાની માંડણી.