મહેતલ
- સ્ત્રી.
- અરબી
- મુહલત
- અમુક જવાબ દેવા કે કામ પુરું કરી આપવાને અપાતો વખત; તહકૂબી; મુદ્દત; અમુક બાબતને માટે અમુક નક્કી કરેલો સમય.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૬૫:
- “સરકાર જાહેરનામું બહાર પાડીને કહે છે કે ર૯મી જૂન સુધીની તમને મહેતલ આપીએ છીએ.”
- મુકરર કરેલું થોડી વાર રહેવા દેવું તે.
- વાર; ઢીલ; વિલંબ.