પ્રકાર ફેરફાર કરો

નામ (સ્ત્રી.)

વ્યુત્પત્તિ ફેરફાર કરો

अ. मस्जिद; સર. म. मशीद

અર્થ ફેરફાર કરો

  • મુસલમાનોનું બંદગી કરવાનું જાહેર મકાન; નમાજ પઢવાનું સ્થાન; મસ્જિદ
  • બંદૂકની માખી; બંદૂકની નાળ ઉપર લવિંગને છેડે બેસાડેલી લોઢાની કટકી (તે બંદૂકથી નિશાન તાકવામાં નિશાન સાથે જોવામાં આવે છે.)

રૂઢિપ્રયોગ ફેરફાર કરો

  • મસીદ કોટે વળગવી
  • ભલું કરવા જતાં પંચાતમાં ફસાવાનું થવું
  • પારકી પીડા વળગવી; લપ વળગવી
ઉદાહરણ : માનવંતી તો નમાજ પઢવા જતાં કોટે મસીદ વળગી હોય એટલી અકળામણ અનુભવી રહી. - વ્યાજનો વારસ
  • મફતનું ખાવું ને મસીદે સૂવું
  • બિલકુલ બેફિકરા રહેવું; ખાવાપીવા કે ઘરબારની જેને જરૂર ન હોય તેવું; નફિકરું

સંદર્ભ ફેરફાર કરો