• ૧. (પું.)
    • નિકાલ; તોડ; સમાધાન.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૪૧:
      “ઘેર આવીને છૂટા હોય તેટલી ઘડી આંટા મારતા હોય, અને એ દરેક આંટાની સાથે તેમના મગજમાં લડતના ભાવી સ્વરૂપની રૂપરેખા ચીતરાતી હોય. હવે તેમણે એક અટપટા સવાલના સીધો ફડચો કરી નાંખવાનું મહત્ત્વનું પગલું લીધું.”
    • દેવાની પતાવટ; દેવાની માંડવાળ કે પતાવટ; લિક્વિડેશન; કરજની પતાવટ, નાદારી.
    • કપડાનો ટુકડો.
      • વ્યુત્પત્તિ ફાડવું + चह (ફારસી.)
    • ગૂંચવણ મટાડી કંઈક નક્કી કરવું તે; નિકાલ; નિર્ણય; તોડ.
    • सं. સ્ફુટિકા
  • રૂઢિપ્રયોગ
    • ફડચો આણવો-કરવો-કાઢવો-મૂકવો-લાવવો = પતાવવું; કજિયો પતાવવો; તોડ લાવવો.
    • ફડચામાં લઈ જવું = (૧) આટોપવું; સમાપ્તિ કરવી. (૨) દેવાળું જાહેર કરી બાકી રહેલી મિલ્કતમાંથી દેવાની પતાવટ કરવી.