• પું.
    • सं. ઉત્પન્ન થઈ દેખાવું તે; બહાર નીકળી દેખાવું તે; પ્રકટવું તે; આવિર્ભાવ; ઉત્પન્ન થવું તે; ઉત્પત્તિ; ઉદય; ઊગમ; પ્રાકટ્ય; પ્રકટ થવું તે.
      • ઉદાહરણ:
        1921, રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ, સ્વામી વિવેકાનંદ, page ૩૩:
        “હિંદની કેળવણીનું તે સુચન છે. સત્ય સુધારણાનો તે માર્ગ છે અને શુદ્ધ આર્યજીવનનો તે પ્રાદુર્ભાવ છે.”
    • દેખાવ; લાગણી.
    • પરિણામ; પ્રણતિ.
    • પૂર્વના રૂપરસાદિના નાશપૂર્વક બીજાં રૂપરસાદિના ઉત્પત્તિ.
    • વિકાસ.
    • હરકોઈ પદાર્થનો ઇંદ્રિયજ્ઞાનમાં આવવા યોગ્ય પ્રકાશ.