પુલકિત
વિશેષણ (અકર્મક)
ફેરફાર કરો- આનંદ પામેલું.
- ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૫૩:
- ‘આટલી મૌન અનુમતિ લઈને આભાશા પુલકિત હૃદયે પાછા ફર્યા.’
- રૂવાં ઊભાં થયાં હોય એવું; રોમાંચિત; પ્રેમ કે હર્ષના વેગને લીધે ઊભાં થયેલા રૂવાંવાળું; હર્ષથી રુવાડાં ખડાં થઈ ગયાં હોય તેવું; આહ્લાદિત.
- સંતોષી.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[સંસ્કૃત ] પુલક ( રૂવાં ) + ઇત ( એલ )