પરોણો
- ૧. [સં. પ્રાઘુણક–પ્રાહુણગ–પ્રાહુણ્ણઉ–પ્હરૂણો–પરોણો] (પું.) અતિથિ; થોડા દિવસ રહેવાને આવેલ અજાણ્યું અથવા ઓળખીતું માણસ; મહેમાન; મિજમાન.
- રૂઢિપ્રયોગ
- ૧. પરોણા જોગવવા — પરોણાનાં ભોજન વગેરેની જોગવાઈ કરવી.
- ૨. (પું.) જમાઈ
- ૩. (પું.) બળદ હાંકવાની આરવાળી લાંબી લાકડી; અંકુશ
- ઉદાહરણ ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૧૯૦:
- “છોકરી વિશેષ પાસે ગઈ. ત્યારે ચાંદનીમાં પુરુષ પરખાયો. એ જ પુરુષ પરખાતાંની ઘડીએ જ એણે ઓઢણું સંકોર્યું ને ઉગામેલ પરોણો નીચો કર્યો.”
- ઉદાહરણ