પરિતોષ
- ૧. (પુ) તુષ્ટિ; સંતોષ; તૃપ્તિ.
- વ્યુત્પત્તિ : [સંસ્કૃત] પરિતોષ
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૦:
- સુલેખાનું હૃદય પરિતોષની પરાકોટિ અનુભવી રહ્યું. અને એ પરમ પરિતોષ ‘સુરૂપકુમાર’ના ચિત્રમાં ઉતારવા મથી રહી.
- ૨. (પુ) પ્રસન્નતા; ખુશી, ઘણો સંતોષ, પ્રબળ પ્રસન્નતા