પદર
- ૧. પું.
- ખોળો.
- પાલવ; પહેરવાના વસ્ત્રનો છેડો; લૂગડાનો છેડો.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: पटांत
- રૂઢિપ્રયોગ
- ૧. પદરે બાંધવું = પદરનું કરવું; પોતાનું કરવું; પોતાને કબજે કરવું.
- પિતા.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: પિદર
- ૨. સ્ત્રી.
- પંડ; જાત.
- શરણ; આશરો; આશ્રય.
- રૂઢિપ્રયોગ
- ૧. પદરે પડવું = આશરે આવવું; શરણે જવું; શરણ માટે આધાર રાખવો.
- ૩. ન.
- એક જાતનું ઝાડ.
- ઓઢવાનું કપડું.
- દોઢીદારોનું બેસવાની જગ્યા.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- ૪. (વિ.)
- સ્વસત્તાનું; પોતાનું; પોતીકું; ગાંઠનું.
- ઉદાહરણ 1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૫૮:
- “શેઠની મોટરો માગી જનારા એક ઓફિસરે એક વાર પોતાના પદરથી પેટ્રોલ ભરાવેલું તેને તો શેઠે પોતાની અવમાનના સમજીને એ અધિકારી પર મોટો ધોખો ધર્યો હતો.”
સંદર્ભ
ફેરફાર કરો- પદર ભગવદ્ગોમંડલ પર.