ધોળ
- ૧. પું.
- અપયશ; અપકીર્તિ.
- ઉજાળ; ધોળું કરવું તે.
- એક જાતની ધોળી માટી.
- ગીતનો એક ઢાળ.
- વહેવાર; નાતો; સંબંધ.
- સ્ત્રીઓએ મંગળ અવસરે ગાવાનું ગીત.
- રૂઢિપ્રયોગ
- ૧. ધોળ ગાવાં = (૧) ગીત ગાવા. (૨). વખાણ કરવાં. (૩) વાંકું બોલવું. (વ્યંગમાં વપરાય છે.)
- ૨. નાતરામાં ધોળ નહિ ને ખીચડીમાં ગોળ નહિ = (૧) પ્રસંગને અનુસરતું બધું કરાય. (૨) વિવાહના ગીત વિવાહમાં જ ગવાય.
- ૨. સ્ત્રી.
- બે ફૂટની લંબાઈની, રાતા રંગની અને ભીંગડાવાળી માછલી. તે મધદરિયામાં રહે છે. તેમાં થોડા કાંટા હોય છે.
- હલકી જાતની ડાંગર.
- એક જાતની વનસ્પતિ. તેના પાંદડાં નાજુક અને લાંબા હોય છે. તેની ભાજી બને છે. તેના બિયાં બંદૂકના દારૂ જેવાં હોય છે. તે ઔષધિમાં ઉપયોગી મનાય છે.
- ૩. ન.
- છાશ.
- એક જાતનું હોલું; આપાંકુર.
- ૪. વિશેષણ
- सं. ઊજળું; ધોળું.
સંદર્ભ
ફેરફાર કરો- ધોળ ભગવદ્ગોમંડલ પર.