ધા
- ૧. પું.
- આહાર; અન્ન.
- તબલાંનો એક બોલ. જેમકે, ધા ધા ધિન તા.
- (સંગીત) ધૈવત સ્વર.
- બળદ.
- બૃહસ્પતિ
- બ્રહ્મા.
- સ્તંભ; થાંભલો.
- ૨. સ્ત્રી.
- આર્તનાદ; હાય; નિસાસો.
- દોટ; હડી.
- મદદ માટેનો પોકાર; રક્ષણ માટેની પ્રબળ માંગ.
- ઉદાહરણ 1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧૧૯:
- “અને ભગવાને જો ધ્રોપદીની ધા સાંભળી’તી તો મારી ધા શું નહીં સાંભળે ?”
- હડકાયું જનાવર કે સાપ કરડવાથી જેને કરડ થયો હોય તેનાં ઘરમાં આબાલવૃદ્ધ સૌ પોતાના ઈષ્ટ દેવ ઉપર આસ્થા રાખી ભૂખ્યા રહે તે
- ૩. (અ.)
- सं. પ્રકારે, રીતે એવા અર્થનો પ્રત્યય. જેમ કે દ્વિઘા, શતધા, અનેકધા.
- ૪. (સ. ક્રિ.)
- ટેકો આપવો.
- દેવું; આપવું; દાન કરવું.
- ધારણ કરવું.
- પોષણ કરવું.
- મળતું આવવું.
- રક્ષણ કરવું.
- શરીર ઉપર પહેરવું.
- સહન કરવું.