• ૧. સ્ત્રીલિંગ
    • માફ કરવું તે; સાંખી લેવું તે; ક્ષમા કરી દોષ હોય તે લક્ષમાં નહિ લેવા તે; હશે એમ કહેવું તે; ક્ષમા; માફી.
  • રૂઢિપ્રયોગ
    • ૧. દરગુજર કરવું = (૧) જતું કરવું; જોયું ન જોયું કરવું. (૨). માફ કરવું; ક્ષમાની દૃષ્ટિએ સામાના દોષો જતા કરી ચલાવી લેવું; સાંખવું.
          • ઉદાહરણ
            1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૧૭:
            “સરદારે તેમને શુદ્ધ પશ્ચાત્તાપ એ જ પ્રાયશ્ચિત્ત છે એમ કહીને કડોદને દરગુજર કરવાનું કહ્યું.”
    • ૨. દરગુજર ચાહવી = માફી માગવી.
  • ૨. વિશેષણ
    • માફ કરેલું; સાંખી લીધેલું.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: દર્ગુજર