તુમુલ
- પું.
- બહેડાનું ઝાડ.
- વ્યુત્પત્તિ : [સંસ્કૃત]
- સેનાનો કોલાહલ; લડાઈની ઘોંઘાટભરી હિલચાલ; યુદ્ધનો શોરબકોર.
- બહેડાનું ઝાડ.
- ન.
- વ્યાકુળ કરે તેવું યુદ્ધ.
- વિશેષણ
- ઘોંઘાટ અને ધમ્માચકડીવાળું; જેમાં વિવિધ પ્રકારના કોલાહલ અને માણસ, પશુ વગેરેની ધાંધલ થઈ રહેલી હોય એવું; રણસંકુલ; ગરબડિયું.
- ભયંકર; દારુણ; સખત; કપરૂં; મોટું ધીંગાણું મચી રહેલ હોય તેવું.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૨૪૫:
- “આજે તુમુલમાં તુમુલ લડત ઝઝૂમી રહી છે તે ઘડીએ આવું લખવું મૂર્ખાઇભરેલું અને સ્વપ્નદર્શી લાગે. પણ મને જે ઊંડામાં ઊંડું સત્ય લાગે છે તે જો હું પ્રગટ ન કરું તો દેશના અને મારા આત્માનો હું દ્રોહી બનું.”
સંદર્ભ
ફેરફાર કરો- તુમુલ ભગવદ્ગોમંડલ પર.