તાકીદ
- ૧. સ્ત્રી.
- ઉતાવળ; જલદી; ત્વરા; તરત જરૂર હોવી તે.
- કબૂલ રાખવું તે.
- કોઈ બાબતનો આગ્રહ કરવો તે; આગ્રહપૂર્વક કોઈ વાતની આજ્ઞા અથવા અનુરોધ.
- દેખરેખ રાખવી તે; બંદોબસ્ત.
- ફરજ.
- ભાર.
- મનાઈ હુકમ; સૂચના; ચેતવણી; ખૂબ ચેતવણી સાથે કરેલ વાત; ધમકી; મજબૂતી; સખ્તાઈ; ભૂલચૂક કરશે કે થશે અથવા જેવી આજ્ઞા છે તે પ્રમાણે અમલ નહિ થાય તો આમ થશે કે તેમ થશે તેવી જોહુકમી કે ચેતવણીવાળી ધમકી
- હરીફાઈ.
- હુકમ; ઉપરી તરફથી તાબાના નોકરને અપાતો હુકમ; હુકમ તાબડતોબ બજાવવાનું કહેવું તે; ફરમાન; વગર વિલંબે ઝટ કરવાની આજ્ઞા.
- રૂઢિપ્રયોગ
- તાકીદ અપાવવી – મનાઈ હુકમ અપાવવો.
- તાકીદ આપવી – મનાઈ હુકમ આપવો.
- તાકીદ કરવી – (૧) આગ્રહ કરવો. (૨) ઉતાવળ કરવી. (૩) દબાણ કરવું. (૪) સૂચવવું; સૂચના આપવી.
- તાકીદ કરાવવી – વધારે ધ્યાન આપે એમ કરવું.
- તાકીદે મઝીદ – સખ્ત હુકમ.
વ્યુત્પત્તિ ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- તાકીદ ભગવદ્ગોમંડલ પર.