- સ્ત્રીલિંગ
- આશરે કીમત; અડસટ્ટો.
- કાવતરું; પ્રપંચ.
- ચોક્સી; બંદોબસ્ત; સંભાળ; ઇંતિઝામ; પ્રબંધ.
- ઠરાવ; ન્યાયની અદાલતનો ફેંસલો; નિર્ણય.
- તપાસ; શોધ; ખોળ.
- પગલાં; ઉપાય.
- યત્ન; કોશિશ; મહેનત; પ્રયત્ન.
- યુક્તિ; કરામત; યોજના; તદબીર.
- વિચાર; અભિપ્રાય.
- સજા; શિક્ષા.
- સંકલ્પ; નિશ્ચય; સિદ્ધાંત.
- સેવા; ચાકરી.
- રૂઢિપ્રયોગ
- તજવીજ કરવી – (૧) કીમત આકવી. (૨) ગણવું. (૩) તપાસ કરવી; યત્ન કરવો; ચોક્સી કરવી (૪) નક્કી કરવું. (૫) ફેંસલો જાહેર કરવો. (૬) યુક્તિ કરવી. (૭) પસંદ કરવું. (૮) વિચાર કરવો.
- તજવીજ રાખવી – લેવી – સંભાળ રાખવી; ભાળ લેતા રહેવું.
- વ્યુત્પત્તિ શબ્દ: જવજ (અર્થ: તેણે શોધ્યું.)