ડાગળી
- ૧. (સ્ત્રી.) અક્કલ; બુદ્ધિ; મતિ.
- ૨. (સ્ત્રી.) દાટા જેવી પટી; થીગડી; ગાબડી.
- ઉપયોગ: ડાગળી દેવી-મારવી = થીગડી દેવી.
- ઉદાહરણ: ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૭૧:
- ખપેડાના આડસરના પીઢિયાઓમાંથી એક ડાગળી ખેંચતાં આખું પીઢિયું પોલું દેખાતું અને એના ભગદળની અંદર અણખૂટ ભંડાર ભર્યા હતા.
- ૩. (સ્ત્રી.) પાંસળી.
- રૂઢિપ્રયોગ ડાગળી ખસવી-ચસકવી = (૧) બાવરા બનવું; ચળી જવું. (૨) મગજ ચસકવો; ગાંડા થઇ જવું; ઘેલા થવું; મગજ ભમી જવું .
- ૪. (સ્ત્રી.) (લા.) વિવેકી વિચારનું કેંદ્રસ્થાન; ભેજું; સારાસાર વિચાર કરીને કાર્ય કરવાની સમજશક્તિનું સ્થાન; (કાંઈક હીન અર્થમાં) મગજ.