ડફણું
સંજ્ઞા
ફેરફાર કરો- ૧. ન.
- ચામડાથી મઢેલું નાનું પડઘમ; ડફ.
- ફાડેલું જાડું લાકડું; બૂધું.
- વગર ઉપયોગનું સાધારણ કામ કરે એવું હમેશ હાથમાં રાખવાનું હથિયાર; નકામા જેવી તલવાર.
- સફાઈદાર નહિ કરેલી નાની લાકડી; જાડી ને ટૂંકી પશુને હાંકવાની લાકડી; ડંગોરો; ડાંગ; ધોકો; દંડૂકો; ડમણું;
- રૂઢિપ્રયોગ
- ૧. ડફણાં મારવાં = ફટકા મારવા; કોરડા મારવા.
- ૨. તેજીને ટુંકારો ને ગધેડાને ડફણાં = સમજુને થોડું કહેવાથી ઘણી અસર થાય છે, પણ ગમારને ગમે તેટલું સખત કહ્યાથી પણ શરમ આવતી નથી.
બહુવચન
ફેરફાર કરો- ડફણાં
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૦:
- બાલુના આવા વરણાગીવેડા લાડકોરને પહેલેથી જ પસંદ નહોતા. અત્યારે અજાણ્યા મહેમાનોની હાજરીમાં એ વરણાગીપણાનું પ્રદર્શન થતું જોઈને એણે બાલુ તરફ ફરીને આંખ કાઢી, પણ આવા સંકેત સમજવાની શક્તિ જ એ બુદ્ધુ છોકરામાં ક્યાં હતી ? એ તો ટકોરાને બદલે ડફણાને જ પાત્ર હતો.
- ઉદાહરણ
સંદર્ભ
ફેરફાર કરો- ડફણું ભગવદ્ગોમંડલ પર.