• સ્ત્રી.
    • મલમલથી ઊતરતું અને સાધારણ કાપડથી સારા પોતનું છીંટનું કપડું; ધોયેલું મજલીન; એક જાતનું ઝીણું સુતરાઉ કાપડ. તેનાં પહેરણ, પંચિયાં, અંગરખાં, ધોતિયાં, સાળુ, પાઘડી વગેરે બને છે. એના વીશ વીશ વારના તાકા હોય છે. (લાક્ષણિક)
      • ઉદાહરણ
        1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page ૧૧૩:
        “ઘોડીઉંનો રંગ કોરી જગન્નાથી જેવો. બેય જણા કરિયાણે જીવા ખાચરને ઘેર કારજે જતા હતા.”
    • હાંડલી; હાંલ્લી.