ચોફાળ
પ્રકાર ફેરફાર કરો
નામ (પું.)
વ્યુત્પત્તિ ફેરફાર કરો
[સં. ચતુષ્ફાલ; પ્રા. ચઉફફાલ]
અર્થ ફેરફાર કરો
- ૧. ચાર ફાળ એટલે કે પડ કે પટ હોય એવી મોટી પિછોડી; બેવડી જાડી મોટી ઓઢવાની ચાદર. તેની લંબાઈ ૨૪ હાથ હોય છે. કાઠિયાવાડમાં તે બગસરા, બીલખા, સોરઠ, વંથલીમાં સારી બને છે.
- ઉદાહરણ 1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page 138:
- “એણે માળે કોણ જાણે કેમ કરીને મારી ઘોડીનો મોવર લઇ લીધો, પણ તો મેં એનો ચોફાળ લઈ લીધો...”
- ઉદાહરણ
રૂઢિપ્રયોગ ફેરફાર કરો
- ૧. ચોફાળ ઓઢવો – (૧) ધારેલી આશાઓને દુઃખપૂર્વક છોડી દેવી. (૨) પાયમાલ થઈ જવું; દીવાળું કાઢવું. (૩) પોક મૂકીને રોવું.
- ૨. ચોફાળ પાથરવો – કન્યાવિક્રય કરી પૈસા લેવા.
- ૩. ચોફાળ ફાડાવો – અમુક મુદ્દત માટે જીવવું.
સંદર્ભ ફેરફાર કરો
- ચોફાળ ભગવદ્ગોમંડલ પર.