ચેહ
- ૧. (સ્ત્રી.) કૂવો; ખાડો; ગર્ત.
- ૧. (સ્ત્રી.) મુડદું બળતું હોય તે આગ.
- ૧. (સ્ત્રી.) મુડદું બાળવાને માટે ગોઠવેલાં લાકડાં છાણાં વગેરેનો ઢગલો; ચિતા, સરણ (મડદાં બાળવા ગોઠવેલી લાકડાં, છાણાંની માંડણી); ચિતા; સરણ.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
- "કોને ખબર છે સુલેખાના પુણ્યનો રોટલો આપણે સહુ ખાતા હોઈએ ! એને પ્રતાપે જ હજી આ ઘરનું બારણું ઉઘાડું રહી શક્યું હોય ! એની શુભાશિષે જ મારા ખોળિયામાં પ્રાણ ટકી રહ્યો હોય !- નહિતર તો તે દિવસે મીંગોાળાના મેળામાંથી પાછા ફરતાં રિખવનું ખૂન થયું ત્યારે મેં જે માથા પછાડવા માંડેલા ત્યારે રિખવના મૃત્યુ ભેગી મારીય ચેહ ક્યારની ખડકાઈ ગઈ હોત !'
- ઉદાહરણ