ચાબખો
- ૧. (પું.) ઠોક; લાગણી થાય એવું શિખામણનું વચન; અસરકારક માર્મિક વચન.
- રૂઢિપ્રયોગ: ચાબખા મારવા = ચાબખાનાં જેવાં સખત વેણ મારવાં; મહેણાં મારવાં.
- ઉદાહરણ {{quote-book|en|year=૧૯૪૬|author=ચુનીલાલ મડિયા|title=વ્યાજનો વારસ|page=૨૩૮|text= ‘નંદનને પેટે કે ઓલી કૂબાવાળીને પેટે !’ ચતરભજે પહેલો ચાબખો માર્યો}
- ૨. (પું.) લાકડીને છેડે ગૂંથેલી દોરી કે સાટોવાળો કોરડો; ચાબુક; હંટર.
- વ્યુત્પત્તિ: [ફારસી] ચાબુક