• ૧. (સ્ત્રી.) ચાર પડવાળી રોટલી.
  • ૨. (સ્ત્રી) છોલાં; છોતરાં.
    • વ્યુત્પત્તિ : [હિંદી]
  • ૩. (સ્ત્રી) લપડાક; તમાચો; ઝાપટ.
    • વ્યુત્પત્તિ : [ફારસી]
  • ૪. (વિ.) ચાર પટવાળું હોય તે; ચોપડું.
  • ૫. (વિ.) જોડેની સપાટીના સરખું હોય એવું, જમીનની સપાટીને સમાંતર ચોંટેલું, (અંગ્રેજી)‘ફ્લશ્ડ’(flushed)
  • ૬. (વિ.)

ભૂખભેળું.

  • ૭. (અ.) જમીનની સાથે બરાબર લાગેલું હોય તેમ; સજ્જડ ચોંટેલું.
    • રૂઢિપ્રયોગ
      ૧. ચાપટ કરવું = પાછું પાડવું.
      ૨. ચાપટ બેસવું = (૧) બંધબેસવું; સાંધે સાંધો સરખો મળી જવો. (૨) સરખા પગ કરીને બેસવું.
  • ૮. (અ.) પલોંઠીવાળા હોય તેવી રીતે; ભોંભર; પલાંઠી વાળીને; બેસણી જમીન સાથે અડે તેવી રીતે આસન વાળીને.
  • ૯. (સ્ત્રી) હાથ ઘસતા તાળી પાડવી
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૫:
      ‘રીત ને બીત. હજી વીલ થાતાં વાર લાગશે. એ પહેલાં તમે ઘૂંટડો પાઈ દિયો તો ખેલ ખતમ.’ ચતરભજે બન્ને હાથની ચાપટ વગાડીને ‘ખતમ’નો અભિનય કરી બતાવ્યો.