ઘરણ
- ૧. (પું.) એક જાતનો જીવડો.
- ૨. (પું.) મોટો ભારે હથોડો; ઘણ.
- ૩. (ન.) અડચણ; હરકત; આડખીલી; અણગમતું એવું જે કંઈ તે; લફરૂં; કજિયાકંકાસનું કારણ.
- રૂઢિપ્રયોગ :
૧. ઘરણ થવું = અડચણ આવવી; ખટપટ થવી; પંચાતી આવી પડવી; તકરાર થવી; લફરૂં લાગવું.
૨. ઘરણ લગાડવું = જૂઠું સમજાવી કોઈ બે જણને લડાવવા.
૩. ઘરણ લાગવું = (૧) એકબીજા વચ્ચે તકરાર થવી; ખટપટ લાગવી. (૨) કામગરા માણસને માથાકૂટિયા સાથે પ્રસંગ પડવો.
૪. ઘરણ વળગવું = (૧) એકબીજા વચ્ચે ખટપટ કે અણબનાવ થવો. (૨) માથાકૂટિયા એટલે નવરા માણસે કામ કાઢી લેવાનો કોઈને પાછળ લાગી તેનો સમય રોકી કંટાળો આપવો.
- રૂઢિપ્રયોગ :
- ૪. (ન.) સૂર્ય અને ચંદ્રનું ઘેરાવું કે ગ્રસાવું તે; સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ; ગ્રહણ
- રૂઢિપ્રયોગ: ઘરણ વખતે સાપ કાઢવો-નીકળવો = ન કરવાને વખતે કરવા જેવું કામ કાઢવું; અણીને વખતે મુશ્કેલી ઊભી કરવી; સમય વિચાર્યા વગર સમયાનુકૂલ ન હોય એવું કામ કે ધતિંગ કાઢવું.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૪:
- ‘હવે અટાણે ઘરણ ટાણે એની કાં આદરીને બેસો ? પગ આગળ સળગે છે એનું કરોને પહેલાં !’ ચતરભજ હજી રોષમાં જ હતો.