• ન. (બ.વ.)
    • ગળચાં; ગમચાં; બોલતાં બોલતાં ગળી જવું તે; ગૂંચવાઈને બોત જેવા ઊભા રહેવું કે બોલતાં અચકાવવું તે; પૂછેલાં પ્રશ્નનો ઉત્તર નહિ સૂઝવાથી જરા વિચારમાં પડવું કે દિગ્મૂઢ થઈ રહેવું તે.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૨૫:
      ““ના - હા - હું તો સહેજ -” એવાં ગળચવાં ગળતો શિવરાજ પગથિયાં ચડ્યો,”
    • તોતડાતું બોલવાપણું.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ગળચવાં ગળવાં = (૧). આપેલું વચન નહિ પાળવાની વૃત્તિ થતાં ગોટા વાળવા. (૨). કરેલાં કુકર્મનું ફળ ભોગવતાં નાદાર બની રસ્તા શોધવા. (૩). ખોટું બોલવું. (૪). ગુનો કરીને પકડાઈ ગયા પછી બહાનાં કાઢવાં; ખોટા રદિયા આપી બચાવ કરવાનો પ્રયત્ન કરવો. (૫). ગુમાવેલું મન ખોટી રીતે ટકાવી રાખવા મહેનત કરવી. (૬). પોતાનું કંઈ પણ સામાને આપવાની ઈચ્છા ન હોય છતાં ના પાડી શકાતી ન હોય ત્યારે ગોળમટોળ જવાબ આપવો. ફાંફાં મારવાં.

સંદર્ભ ફેરફાર કરો