• ૧. (પું.) જૂનાં કપડાંનો ચૂંથો.
  • ૨. (પું.) દેવાલયની અંદરનો ભાગ; મંદિરની અંદરનો ભાગ; ગર્ભાગાર; ગભાર. તેમાં મૂર્તિ હોય છે; મંદિર, દેવાલયમાંનું મૂર્તિ રહે છે તે ગર્ભગૃહ, નિજમંદિર
    • વ્યુત્પત્તિ : [સંસ્કૃત].ગર્ભગૃહ; [પ્રાકૃત]. ગબ્ભહર
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૧૮:
      ગભારાની બહારના ‘નરથર’ ઉપર રજૂ થતાં ધર્મ અર્થ, કામ અને મોક્ષના એ સંકેતશિલ્પો :
  • ૩. (પું.) મનનો વહેમ.
  • ૪. (પું.) કાગળનું નાનું વિમાન.
  • ૫. (પું.) (લા.) ગપગોળો.