ખોળિયું
- ૧. (ન.) ઉપરનું ઢાંકણ; ખોળ; ગલેફ; તળાઈ, ગોદડાં વગેરે ભરવાનું બેવડું કપડું, ગોદડાં વગેરે ભરવાનો ઓઢો, ચામડીનું ઉપરનું પડ. .
- ૨. (ન.) કલેવર; કાયા; દેહ; શરીર.
- રૂઢિપ્રયોગ :
- {૧} ખોળિયામાં જીવ આવવો = (૧) ચેન વળવું; જીવ હેઠે બેસવો; જીવને શાંતિ થવી; નિરાંત થવી. (૨) ફાળ કે ગભરાટથી ઊડી ગયેલ જીવ પાછો આવવો; ભાનમાં આવવું.
- {૨} ખોળિયામાંથી જીવ ઊડી જવો = (૧) ઉચાટ થવો; ગભરાટ થવો; ગભરામણ થવી. (૨) બેસુધ થવું.
- {૩} હરામખોરનું ખોળિયું = લુચ્ચું.
- ઉદાહરણ : ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૪:
- ‘એ તમે ગમે તેમ કહો. એની નાડમાં હજી ધબકારા છે ત્યાં લગણ મારો એકેય નુસખો કામ નહિ આવે. જે દી એનું ખોળિયું ખાલી પડશે તે દીથી આખી પેઢીનો ધણીરણી આ ચતરભજ છે એમ સમજી લેજો. ને લખી રાખજો.’ ચતરભજના અવાજમાં ગર્વસૂચક રણકાર હતો.
- રૂઢિપ્રયોગ :
- ૩. (ન.) મોઈદાંડિયાની મરતમાં વપરાતો એક શબ્દ. ખોળિયાવાળો બે દાવ લે છે.
- ૪. (ન.) સર્પની કાંચળી.
- ૫. (ન) ગલેફ