• ન.
    • કતલ; ઘાત; જાનથી મારી નાખવું તે; પ્રાણ લેવો તે; વધ; હત્યા; હિંસા.
    • કોઈનો જાન લેવા જેવો ગુનો.
    • વેરની તરસ; ખૂનસ; જુસ્સો; ઝેર; વેર લેવાની તરસ.
    • રક્ત; લોહી.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
  • રૂઢિપ્રયોગ
    • ૧. ખૂન આંખમાં ઉતારવું = ક્રોધથી આંખમાં લોહી તરી આવવું.
    • ૨. ખૂન કરવું = હત્યા કરવી; મારી નાખવું; કતલ કરવી.
    • ૩. ખૂન ચાટવું = હથિયાર ઉપર લોહીના ડાઘા પાડવા.
    • ૪. ખૂન ચાલવું – નીકળવું = લોહી વહેવું.
    • ૫. ખૂન પીવું = કોઈનું લોહી ચૂસવું.
    • ૬. ખૂન બગાડવું = (૧) કોઢવાળું હોવું. (૨) લોહી અશુદ્ધ કરવું.
    • ૭. ખૂન શિર ચઢવું = કોઈની જિંદગી લેવાના કામ પર હોવું.
    • ૮. ખૂને જિગર ખાવું – પીવું = (૧) લાગણીઓ ઉપર કાબૂ મેળવવો. (૨) સખત મજૂરી કરવી.