• ૧. વિશેષણ
    • ખંધાઈ કરનાર; ઠગણું; ધૂર્ત; લુચ્ચું; ખળ; શઠ.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૪૯:
      “એટલે પેલો ખંધો મંત્રી જવાબ આપે છે : 'અરે, રામરામ ભજો, કોણે એવી તપાસ કમિટી નીમવાનું વચન આપ્યું ? એવી સમજ તમારી થઈ હોય તો તમારી ભૂલ છે.' ”
    • ચતુર વિચક્ષણ
    • ચાલાક; હોશિયાર
    • જિદ્દી; હઠીલું; મમતી
    • જ્ઞાની; ડાહ્યું