કૂવામાંથી ખેતર માટે પાણી ખેંચવાનું ચામડા કે લોઢાનું એક સાધન; મોટો ઢોલ. તેના ભાગ : કોઠો; સૂંઢ; ફૂંકિયું; વાડ; નાકરણ; સીંકરણ; માસ; ઢીંગલી; પોંધો; કૂંકરી; વરત; ગરખોડ; રાસડી; ગળોઢ અને રાસડીબંધણું.
ચામડાની કોથળા જેવી પાણી ખેંચવાની ડોઈ; બાલદી; બોખ.
(વહાણવટું) દક્ષિણનો પવન.
રૂઢિપ્રયોગ
૧. કોસ જોડવો – (૧) કોસ ચાલતો કરવો. (૨) બીજા કોઈને ન બોલવા દેતાં પોતે બોલ્યા કરવું.
સ્ત્રીલિંગ
એક તરફ પાનું કાઢેલો લોઢાનો મોટો કટકો; જમીન ખોદવાના હળમાં રાખેલું લોઢાનું એક સાધન; પરાઈ; હળપૂણી.